PAN Card 2.0: સરકારે PAN 2.0 પહેલનું અનાવરણ કર્યું છે, જેનો હેતુ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) સિસ્ટમને આધુનિક બનાવવાનો છે. આ અપગ્રેડ કરદાતાઓ માટે વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત સિસ્ટમ સુનિશ્ચિત કરીને, QR કોડ-સક્ષમ પાન કાર્ડ રજૂ કરશે.
PAN Card 2.0
PAN 2.0 પ્રોજેક્ટ સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલનો એક ભાગ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય કરદાતાઓ માટે સંપૂર્ણપણે ઓનલાઈન, પેપરલેસ અને ફરિયાદ-મૈત્રીપૂર્ણ અનુભવ પ્રદાન કરતી મુખ્ય અને નોન-કોર PAN/TAN સેવાઓને એકીકૃત કરવાનો છે.
શું મારે નવા પાન કાર્ડ માટે ફરીથી અરજી કરવાની જરૂર છે?
ના, જો તમારી પાસે પહેલાથી જ પાન કાર્ડ હોય તો નવા પાન કાર્ડ માટે અરજી કરવાની જરૂર નથી. જૂનો PAN નંબર માન્ય રહેશે, પરંતુ કાર્ડને નવા ફોર્મેટમાં અપગ્રેડ કરવામાં આવશે.
મારા વર્તમાન પાન કાર્ડનું શું થશે?
તમારો વર્તમાન PAN નંબર એ જ રહેશે. જો કે, ભૌતિક કાર્ડને નવા QR કોડ-સક્ષમ સંસ્કરણ સાથે બદલવાની જરૂર પડશે.
નવું PAN કાર્ડ કેવું હશે ?
- નવું પાન કાર્ડ QR કોડથી સજ્જ હશે.
- આ કોડમાં ટેક્સપેયર્સની તમામ વિગતો હશે, જેનું વાપર ટેક્સ ભરવામાં, બેંક એકાઉન્ટ ખોલવામાં, અને અન્ય કામમાં થશે.
- પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય; તમારું પહેલાનું પાન નંબર ચાલુ રહેશે.
શું તમને નવું પાન કાર્ડ આપવામાં આવશે?
- હા, તમને નવું પાન કાર્ડ મળશે. હાલના પાન કાર્ડધારકોએ કંઈપણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. તમારું હાલનું પાન કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે.
શું તમારે પાન કાર્ડ અપગ્રેડેશન માટે પૈસા ચૂકવવા પડશે?
- ના. પાન કાર્ડઅપગ્રેડેશન સુવિધા ફ્રી હશે અને તે તમને સામેથી ડિલિવર કરવામાં આવશે.
PAN કાર્ડ એટલે શું?
પાન કાર્ડ એટલે કે પર્મનન્ટ એકાઉન્ટ નંબર એ 10 અંકનો આલ્ફાન્યૂમેરિક ઓળખ પુરાવો છે જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. પાન નંબર દ્વારા, ઇન્કમટેક્સ વિભાગ કોઈપણ વ્યક્તિના ઓનલાઈન અથવા નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે.